બોર્ડ પરિણામ

પરીક્ષા સમય પત્રક

કેટેગરી

તાજેતરમા

અનૌપચારિક પત્રિકા

શુ તમે અમારા વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

અમારી ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

 
 
 
 
Home Page

મુખ્ય પાનું

કર્મચારી શિક્ષણ તીર્થ મા. / ઉ.મા. શાળા આચાર્યશ્રીનું નિવેદન

કર્મચારી શિક્ષણ તીર્થ, એટલે મારો આનંદ, ગૌરવ, આત્મપરીક્ષણ તથા આત્મનિરિક્ષણનો સુઅવસર ગણું છું. આ અવસરને હું ચોક્કસ કહીશ કે નિર્ધારિત પ્રગતિ અને ધ્યેયોને વરેલી અમારી સંસ્થા ક્રમશ:મોટું કાઠું કાઢી રહી છે. અંબરને આંબવાની સાથે સાથે ક્ષિતિજને ન ભૂલવાની અમારી નિરંતર સજાગતાથી અમારું આ પ્રગતિપુષ્પ પાંગર્યું છે. તેનું સતત સંવર્ધન મારું મંડળ, મારું શિક્ષક વર્તુળ મારું વહીવટીવૃંદ, મારું સેવક્ધન અને સમયકેડી પર ચાલતું મારું વિધાર્થીગણ એમ સૌ એક સાથે, એક્તાલે અને સંવાદિતાથી કરી રહ્યું છે.

સાંપ્રત શિક્ષણપ્રવાહો સાથે કદમ મિલાવી મારો સ્ટાફ શિક્ષણના પ્રહરીની જેમ કામ કરી રહ્યો છે. તેનું સન્માર્જન મારા મંડળના સૌ મહાનુભાવો કરી રહ્યા છે. ‘અનુશાસન એ જ સુશાસન ‘ એમ મારી કલ્પના છે. અને તે અહીં હુબહુ સાકાર છે. શિક્ષણની દિશા અને દશા બંનેનું ધ્યાન રાખી બાળકનો બહુલક્ષી વિકાસ સધાય તેમ અમે વિચારવંત બની સમાજને સારા નાગરિક પુરા પાડવાના પ્રયત્નમાં છીએ. શિક્ષણ – પરિક્ષણ – પરિણામની ત્રિવેણીના સહારે જ્ઞાનની ગંગોત્રી પ્રગટાવીને બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ મારી સંસ્થા કરે છે. અહીં આત્મિયતાના ભાગ પડ્યા નથી અને પડશે પણ નહિ. સૌ એક તાંતણે પ્રવૃત્ત રહે છે તેના માટે હું બડભાગી છું. પુરતી મોકળાશથી છતાં લક્ષ્યવેધી કામ કરવામાં સૌ તલ્લીન રહે છે. પ્રયોગાત્મક શિક્ષણમા વાલી-વિધાર્થીઓનો પણ સહયોગ પ્રાપ્ત થાય છે તે આનંદની વાત છે. આવનારાં વર્ષોમા આ સંસ્થા એક ‘Milestone’બનશે જ તેવી આશા છે.

ડૉ.કૌશલ દેસાઈ
આચાર્યશ્રી

ધ્યેય કથન

બાળકનો સંર્વાગી વિકાસ થાય તે અમારો મુખ્ય ધ્યેય છે. બાળકનો શારીરીક,માનસિક,નૈતિક અને આધ્યાત્મિક  વિકાસ કરવા ,સર્જનશીલ અને ક્રિયાત્મક પ્રવૃતિ દ્વારા કરવાનો  સતત પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવે છે.

દ્રષ્ટિ કથન

  1. પોતાનું અને બીજા લોકોનું સન્માન કરવું
  2. સંદેશા વ્યવહાર યોગ્ય રીતે કરવું
  3. સમાજમાં થતાં ઝડપી સુધારાને અપનાવી તેમાં ભાગીદાર બનવું.
  4. નકકી કરેલ ધ્યેય ને પ્રાપ્ત કરવા સહકારથી અને સ્વૈચ્છિકતાથી શીખવાની નીતિ અપનાવવી.
  5. દરેક પરિસ્થિતિનો હલ શોધવા માટે મુશ્કેલી નિરાકરણની પદ્વતિ અપનાવવી.
  6. દરેક પદ્વતિને બંધબેસતી ગોઠવી અને ઉચ્ચતમ ગુણો મેળવવા.

 

| મુખ્ય પાનું | શાળા વિશે | પત્રકો | ઉપલબ્ધીઓ | પ્રાર્થનાઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |
© www.KST-school.org
All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.