કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
About Us

શાળા વિશે

આદર્શ ઉન્નત શાળા :-

કર્મચારી સ્કૂલ આમ તો ઘરશાળાની કલ્પનાને સાકાર કરતી સંસ્થા છે. ઘર જેવું મુક્ત, સંયમિત અને લોકશાહી યુક્ત વાતાવરણ અહીં ગુંજિત છે. વિશાળ મેદાન, પર્યાપ્ત મકાન, સંવર્ધિત વનરાજીની સાથે સાથે 1976 ના આરસમાં સંસ્થા પાસે પોતાની પરિવહન (ટ્રાન્સપોર્ટ) વ્યવસ્થા હતી. સેવા, સંગઠન અને સદભાવના પાયા પર રચાયેલી આ સંસ્થા વિધાર્થીકેન્દ્રી હતી, જે અને રહેશે. આજે 40 વર્ષે પણ ન તો તેનું વેપારીકરણ થયું છે કે ન તો તેની સેવામાં ઓટ આવી છે.

શાળાની ઈમારત

અમારી શાળા કર્મચારીનગર,રન્નાપાર્ક પશ્રિમ અમદાવાદમાં આવેલી છે. ગુજરાતની નામાંકિત શાળાઓમાં અગ્રેસર છે. શાળા સેવા -સહકાર સંગઠનનાં મુદ્રાલેખ પર ચાલતી વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃતિઓને પ્રાધાન્ય આપે છે. ઈતર પ્રવૃતિઓ જેવી કે,સ્કાઉટ-ગાઈડ -એન.એસ.એસ.-ગ્રાહક સુરક્ષા-પર્યાવરણ રક્ષકદળ અને સાંસ્કૃતિક સાહિત્યિક તથા પર્વ ઉજવણી માટે પ્રસિધ્ધ છે. અહીં વેપારનો નહી માત્ર વિદ્યાનો વહેવાર ચાલે છે. શાળાની ઈમારત નાની છતાં સંપૂર્ણ સુવિદ્યાયુકત છે. બાળકોનાં શારીરિક વિકાસની મોકળાશ માટેનું મોટું મેદાનએ એક આગવી વિશેષતા છે. શાળામાં કે.જી.થી માંડી 12 (વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ)ના વર્ગો છે. ખૂબજ ઓછી ફી સાથે પ્રાથમિક અને ગર્વમેન્ટની ગ્રાન્ટથી મા./ઉ.મા. શાળા ચાલે છે. વિશાળ વર્ગખંડો-લાયબ્રેરી-કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાનની અદ્યતન પ્રયોગશાળાઓ છે. પ્રોજેકટ અને ડી.ટી.એચ.નો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

કર્મચારી રચના એક સંકલ્પના :-

કર્મચારી શિક્ષણ તીર્થ જે નગરમાં ચિરસ્થાયી છે તે નગરની સંરચના એક ઉમદા હેતુસર ઉજાગર થઈ છે વાત છે 1969 ની જ્યારે કર્મચારી માટે ઘર હોવું એક સ્વપ્નવત ઘટના હતી. કર્મચારીના એક પ્રબુદ્ધ અને હોશિલા વૃંદને મન એક ટાઉનશીપની ઈચ્છા જાગી. આશરે 480 જેટલા રાજ્ય સરકારના કર્મચારીવૃંદે જમીન મેળવી અને 1972 માં સાઈટનું ઉદ્ ઘાટન કર્યું. તત્કાલીન પ્રવૃત્ત સરકારમાંથી સનત મહેતા મહોદય અને ભાનુપ્રસાદ પંડ્યા મહોદયના કરકમલથી જગાનું નામાભિધાન તથા ખાતમુહુર્ત સંપન્ન થયું. અને અલ્પ સમયમાં જ જંગલમાં મંગલ સમાન એક વિરાટ સોસાયટી આકાર પામી. મજાની અને નોંધપાત્ર ઘટના એ હતી કે ૮૦% હાઉસીંગ લોન અને કર્મચારીગણની સ્વતંત્ર એવી કર્મચારી કો.ઓ.બેન્કની 20% લોન પ્રાપ્ત થઇ. સભ્યને પોતાના ખિસ્સામાંથી કોઈ જ રકમ ફાળવવાની ન થઇ અને છતાં સૌ મકાનમાલિક થયા. પોતાનું એક આગવું શોપીંગ ઊભું થયું. ઘાટલોડિયા ખાતે પ્રથમ આ એકમાત્ર નગર હતું. નેતાગણના સનિષ્ઠ પ્રયાસો એમાંય સુજ્ઞ અને શ્રદ્ધેય શ્રી મહેન્દ્રભાઈ વછરાજાનીનો સિંહફાળો રહ્યો.

કર્મચારી શિક્ષણ તીર્થનું પ્રાગટ્ય :-

કર્મચારીનગરના રહીશોએ વિચાર્યું કે આપના બાળકોને દુર સુદૂર અભ્યાસ કરવા માટે જવું પડે છે. પરિવહન વ્યવસ્થાનું પ્રમાણ પણ અલ્પ છે. શા માટે આપણે એક શાળા ઊભી ન કરીએ....?

બસ, આ વિચારને સૌએ વધાવી લીધો. 1976 ની સાલમાં ટ્રસ્ટની રચના કરી. કર્મચારીનગર સોસાયટીની માલિકીનું શાળાનું બિલ્ડીંગ બન્યું. માત્ર એક જ માસના સમયગાળામાં આકાર પામેલ મકાન આજે પણ તેની ભવ્યતા સાથે દષ્ટિગોચર થાય છે. તે સમયે શાળા ટ્રસ્ટના પ્રથમ ચેરમેન તરીકે પરમશ્રદ્ધેય શ્રી શાંતિભાઈ ત્રિવેદીએ જવાબદારી સંભાળી અને નિભાવી. શ્રી વછરાજાનીએ મહોદયે મેનેજીંગ ટ્રસ્ટીની જવાબદારી અદા કરી. હાલમાં ટ્રસ્ટી મંડળના સભ્યો અને હોદ્દેદારોની આ રહી નામાવલી...