કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
achievements

ઉપલબ્ધીઓ

અમારી સંસ્થા કર્મચારી શિક્ષણ તીર્થ ઉ.મા. શાળાના અંગ્રેજી શિક્ષક શ્રી કીર્તિભાઈ ત્રિવેદી ને ગુજરાત રાજ્ય સરકારનો વર્ષ ૨૦૧૦ નો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તા. ૦૪/૦૯/૨૦૧૦ ને શનિવારે ટાઉન હોલ,ગાંધીનગર મુકામે મહામહીમ રાજ્યપાલ શ્રી કમલાજીના હસ્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી,શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા,શિક્ષણમંત્રી(રાજ્યકક્ષા) શ્રી જયસિંહ ચૌહાણ,શિક્ષણમંત્રી (રાજ્યકક્ષા) શ્રી પ્રો. વસુબેન ત્રિવેદી,શિક્ષણવિભાગના અગ્ર સચિવ શ્રી હસમુખ અઢિયા વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો.

નિષ્ઠાવાન,ઉત્સાહી,પ્રજ્ઞાવાન,પ્રભાવી તથા આદર્શ શિક્ષકના લક્ષણો ધરાવતાં શ્રી કીર્તિકુમાર ઋષિકુમાર ત્રિવેદી અનોખી શૈક્ષણિક છાપ ધરાવે છે. ગુણવત્તા શિક્ષણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. પોતાના અધ્યાપન કાર્ય દરમ્યાન વર્ગને સ્વર્ગ બનાવવાનાં પૂરતા પ્રયત્નો કરે છે. બાળકોનાં રસ,રૂચિ,વલણ પારખી તેમને યોગ્ય રાહે અધ્યાપન કાર્ય કરાવી ધાર્યુ પરિણામ લાવી શક્યા છે. “શિક્ષક હંમેશા શીખતો જ રહેવો જોઈએ” આ ઉક્તિને પોતાના જીવનમાં પણ ઉતારી છે.

શ્રી ત્રિવેદી ને સદર રાજ્ય પારિતોષિક અધ્યાપન ક્ષેત્રે તેમણે કરેલી પ્રસંશનીય લોકસેવાના સ્ન્માનાર્થે એનાયત કરવામાં આવેલ છે. શ્રી ત્રિવેદીને આ અગાઉ ‘એકલવ્ય એક્સેલન્ટ એજ્યુકેટર એવોર્ડ વર્ષ – ૨૦૦૫’અને ‘એ.એમ.એ. દ્વારા અપાતો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વર્ષ – ૨૦૦૮’પણ પ્રાપ્ત થયેલ છે. તેમણે સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે. તેમની શૈક્ષણિક સેવાઓ વિસ્તરે એવી અભિલાષા સાથે અભિનંદન...