કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
Facility

સુવિધાઓ

શાળામાં પ્રાપ્ત સુવિધાઓ

 1. નિ:સ્વાર્થ સેવાભાવને વરેલું જાગૃત ટ્રસ્ટીગણ, અનુભવી, તાલીમબદ્ધ શિક્ષકગણ
 2. હવાઉજાસ અને મોકળાશવાળું શાળાનું બિલ્ડીંગ.
 3. વિશાળ મેદાન.
 4. અધતન બગીચો
 5. કે. જી. ગ્રુપના બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો.
 6. પ્રર્યાપ્ત રમતગમતનાં સાધનો.
 7. અધતન પ્રયોગશાળાઓ.
 8. સચિત્ર શિક્ષણ દર્શાવતો કે.જી.નો ક્લાસ.
 9. ઠંડા અને સ્વચ્છ પાણી માટે એક્વાગાર્ડ વીથ કુલરની વ્યવસ્થા.
 10. વિશાળ વૃક્ષોની ઘટા છાયા.
 11. બાળકોની વયકક્ષા અનુરૂપ બેઠક વ્યવસ્થા.
 12. બાળકોને વિષય વૈવિધ્ય વાંચવા મળે તે હેતુથી વિવિધ શ્યામફલકો.
 13. નબળા વિધાર્થીઓ માટેની વધારાના વર્ગોની રચના.
 14. આશરે 3500 પુસ્તકો ધરાવતું વિશાળ પુસ્તકાલય.
 15. એકમ કસોટી, પ્રશ્નબેંક તથા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય.
 16. હિન્દી, ચિત્ર, સંસ્કૃત, સ્કોલરશીપ, પ્રતિભાશોધ પરીક્ષાનું આયોજન.
 17. શૈક્ષણિક ઉપકરણો સાથેના ‘Multi-Media Education’ની અધતન સુવિધા.
 18. વિષયના તજજ્ઞ શિક્ષકમિત્રો દ્વારા ‘Project, Activity, Methods’ની ત્રિવેણી વહેવડાવી પ્રચૂર માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન.  
 19. તાલીમબદ્ધ નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટર દ્વારા કોમ્પ્યુટરનું જ્ઞાન અને ‘Practical Theory’નું પ્રત્યક્ષ સમાયોજન.
 20. સરકારશ્રીના આદેશાનુસાર તૈયાર થયેલ ‘Activity Based Education System’ને સાંગોપાંગ વળગી રહી કેલેન્ડર વર્ષની તમામ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ-સ્વપ્ન સાકાર કરવાની તૈયારી.
 21. શાળાના ઉદાર-ઉમદા ટ્રસ્ટીગણની સીધી દેખરેખ હેઠળ માર્ગદર્શન-વ્યવસ્થાપન તથા તેમના દ્વારા ગતિવિધિનું ધ્યાન.
 22. સંસ્થા તથા પરિવારના સંરક્ષણાર્થે ‘ફાયરસેફ્ટી ‘ ની વ્યવસ્થા.

બાળકોના વિકાસમાં

શાળામાં સાયકોથેરાપ અને હિપ્નોથેરાપિમાં ઉચ્ચ તાલીમ ધરાવતા તજજ્ઞો દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવે છે. જે ઓલરાઉન્ડ કાઉન્સિલીંગ ‘મોડેલ’ ને અનુસર છે.

વ્યક્તિગત કાઉન્સિલીંગ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ તથા સમાજને ભય રહિત બનવા માટેની તાલીમ અપાય છે.

શાળામાં દરેક વિદ્યાર્થીઓની સામાજીક લાગણી તથા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમનાં વિકાસનાં પગલા લેવાય છે.

વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતિનો સામનો કરી શકે, તનાવમુકત રહી શકે તથા સામાજીક સંબંધોની સમજ વગેરે માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે.

રમત /ગમત

પ્રકૃતિમાં રમત એ સાર્વભૌમ છે. રમત એ એક એવી વિદ્યા છે, જેને આપણે સ્વતંત્ર રીતે અને આપણી ઇચ્છા મુજબ મેળવી શકીએ છીએ. રમત એ ક્રિયાત્મક ગતિ વિધિઓની ઊંડી અભિવ્યક્તિ છે. રમત એ મગજ મને શરીર માટે એવો શ્રમ છે કે જે આપણને એટલી પ્રસન્નતા આપે છે કે જેનો કોઇ અંત જ નથી. ધોરણ ૧ થી ૪ ના બાળકો માટે લીબું ચમચી, કોથળાં કૂદ,બુદ બેલેન્સ, ગોઇંગ ટુ સ્કૂલ, ઝીક-ઝેર રિલ જેવી રમતોની આંતરવર્ગીય સ્પર્ધાઓ થઇ હતી. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ધોરણ ૫-૬-૭ ના બાળકો માટે ત્રિપગી દોડ, રિલે દોડ, સ્લો સાઇકલ, દેડકાં કૂદ વગેરે જેવી રમતોની આંતરવર્ગીય સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં પણ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જ્યારે શાળાના તમામ બાળકો આપેલા બધા ઉત્સાહી હોય તો પણ સંગીત ખુરશી, બુક બેલેન્સ, કોથળા કૂદ જેવી રમતોની સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં શિક્ષકોએ પણ પોતાનું  શિક્ષક પણું વીસરી જઇ વિદ્યાર્થી બનીને આ રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આંતરવર્ગીય રમત ગમત સ્પર્ધા અંતર્ગત ભાઇઓ માટે ક્રિકેટ અને બહેનો ખો-ખો ની સ્પર્ધા થઇ હતી. અંતે ઉપર્યુકત રમતોમાં વિજેતા થયેલાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ઇનામો આચાર્યશ્રીના વરદહસ્તે વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ જ રીતે દરેક વર્ષે વિવિધ રમતોથી તાજગીભર્યા તંદુરસ્ત ‘સ્પોર્ટસ ડે’ નું આયોજન કરવામાં આવે છે.