કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
studinfo

બાળકોની માહિતી

 1. વર્ગમાં સંપૂર્ણ શાંતિ જાળવે,તાસ દરમિયાન જો જરૂર પડે તો ઊભા થઈને શિક્ષકની રજા મેળવીને જ બોલે.
 2. બે તાસની વચ્ચેના ગાળામાં મોનીટરની સુચનાને માન આપી વર્ગની શાંતિ જાળવવાની ફાળો આપે.
 3. વર્ગાન્તર કરતી વખતે હારમાં ચાલે અને શાળાની શિસ્ત જાળવી મદદ કરે.
 4. કાગળના ટુકડા,પેન્સિલનો છોલ વગેરે કચરો ગમે ત્યાં ન ફેંકતાં હંમેશા કચરા-ટોપલીમાં નાખે.
 5. શાળામાં જે દિવસે મોડા આવે તે જ દિવસે નોંધપોથીમાં એની નોંધ કરી એની સામે વર્ગશિક્ષકની સહી કરાવી લે અને પોતાનાં વાલીને પણ ધ્યાનમાં લાવે.
 6. હંમેશા ગૃહકાર્ય કરીને જ આવે, આગળના દિવસની ગેરહાજરીને કારણે વર્ગકામ કરવું રહી ગયું હોય તોતે કામ હાજર થાય કે તરત જ પૂરું કરી દે.
 7. શાળામાં જે પાઠ શીખવવાનો હોય તે પાઠ ઘરેથી આગળ વાંચીને લાવે અને એ પાઠ શીખવાઈ ગયા પછી ઘેર જઈ પુનરાવર્તન કરી લે.
 8. પોતાના અભ્યાસના પુસ્તકો અને સાધનો સ્કૂલ બેગમાં લાવે. ઘેરથી બિનજરુરી પૈસા લાવે કે વાપરે નહિ.જરૂર પડે તો નાસ્તાનો ડબો લઈને આવે. (કોઈપણ પ્રકારના દાગીના પહેરીને સ્કૂલે આવવું નહીં.)
 9. શાળામાં ઘેર કે બહાર દરેકની સાથે વિનય અને વિવેકથી વર્તે.પ્રેમભર્યુ હ્દય,મીઠાઈભરી વાણી,વિનયપૂર્ણ વર્તન,પ્રસન્નાતા પૂર્ણ મુખએ સારા મનુષ્યનાં લક્ષણો છે.
 10. શાળાની વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનેતે માટે મનમાં ઉદભવતા સૂચનો નિસંકોચ આચાર્ય જેકે શિક્ષક આગળ રજૂ કરે.
 11. હંમેશા આ ડાયરી શાળામાં સાથે રાખે.
 12. શાળા એટલે સરસ્વતીનું તીર્થધામ, એ ધામને જેટલું સ્વચ્છ, સુંદર અને સ્નેહભર્યુ બનાવીએ તેટલું શિક્ષણ સારું બને.