કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  1. શિક્ષણના અધતન વિચારોને આપણા દેશની સંસ્કૃતિને પોષક નીવડે તે સ્વરૂપમાં વ્યવહારમાં ઉતારવા તથા તે વિચારોને પ્રચાર કરવો નુતન ભારતમાં નાગરિકોનું નુતન શિક્ષણને અનુસરીને ઘડતર કરવું.
  2. નૈતિક મૂલ્યોનું વર્ધન-સંવર્ધન કરવું.
  3. સૌ માટે શિક્ષણના ન્યાયે ઉચ્ચ, મધ્યમ, નબળાઓ માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું.
  4. સંસ્કાર, સેવા, સંગઠનની ભાવના સાથે શિક્ષણ પુરું પાડવું. તથા બિનવ્યાપારી શિક્ષણનો મહિમા કરવો.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર :-

“કર્મચારી વિવિધલક્ષી ટ્રસ્ટ”

અમદાવાદ શહેરમા અને મુખ્યત્વે કર્મચારીનગરમાં બાલમંદિર, કુમારમંદિર, વિનયમંદિર, અધ્યાયનમંદિર કોલેજ, ઉધોગશાળા વગેરે સંસ્થાઓ શરૂ કરવી ચલાવવી તેમજ સંસ્થાઓમાં સંચાલનની જવાબદારી સ્વીકારવાનો મુખ્યત્વે ઉદ્દેશ્ય છે હાલમાં બાલવિભાગ, પ્રાથમિકવિભાગ, માધ્યમિકવિભાગ, ઉચ્ચતર માધ્યમિક, સામાન્યપ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહ તા. 13/6/1976 ની શરું કરેલ છે.

ઓછી ફી લઇ મધ્યમ તથા આર્થિક મુશ્કેલી અનુભવતા બાળકોને ઉત્તમ શિક્ષણ પુરુ પાડવા માટે સંસ્થા પ્રવૃત્તિ છે. બાળકનો સર્વાગી વિકાસ સધાય અને તેવી વિકાસ પ્રવૃતિઓનું આયોજન કરવુ તે ટ્રસ્ટના કાર્યક્ષેત્રની મુખ્ય બાબત છે.